ગરદન અને ખભાના દુખાવામાં રાહત માટે કસરતો.
ગરદન અને ખભાના દુખાવામાં રાહત માટે કસરતો.
કમ્પ્યુટરની સામે લાંબો સમય પસાર કરવો તમારી ગળા અને ખભા પર તાણ લાવે છે.
અમુક સમયે, દુખાવો નિરાશાજનક અને અસ્વસ્થતા હોઈ શકે છે. કેટલાક કાર્યોને લીધે ગરદન અથવા ખભાનો દુખાવો થઇ જાય છે. તે દૂર કરવા કેટલીક સરળ કસરત મદદરૂપ થઇ શકે છે
ખભા(#shoulder) માટેની કસરત:
આ કસરત સ્નાયુ ખસી જવા, ખભામાં ઇજા, સોજો વગેરે દૂર કરે છે. સ્નાયુઓ અને હાડકાંની આસપાસ રહેલા કોમળ ઉત્તકોમાં આવેલા સોજાની શંકાને પણ ઘટાડે છે.
જમણા હાથને 90 ડિગ્રીએ વાળો અને ડાબા ખભાને સામે લાવો. ડાબા હાથને વાળી જમણા હાથને પાછળની તરફ ધકેલો. આ જ રીતે ડાબા હાથને વાળીને પણ આ કસરત કરો.
બંને હાથથી તમારા જ શરીરને ઝપ્પી આપો. ખભા પર વધારે ભાર ન આપવો. આ કસરત કરવાથી ખભાના સ્નાયુઓ અકડાઇ ગયા હશે તો રિલેક્સ થઇ જાય છે.
સીધા ઊભા રહો. હવે થોડા આગળ નમી જમણા હાથને ડાબા પગ પર અને ડાબા હાથને જમણા પગ પર ટેકવો. આ દરમિયાન એક તરફ નમી ન જવાય તેનાથી દૂર રહો.
બંને હાથને વારાફરતી પીઠની પાછળ લઇ જઇ નમસ્કારની મુદ્રા બનાવવાનો પ્રયત્ન કરો. જ્યારે આ રીતે કરતાં ફાવી જાય તે પછી બંને હાથથી પીઠ પર નમસ્કારની મુદ્રામાં હાથ રાખો.
ગરદન(#neck) માટેની કસરત:
આ કસરત ગરદનને લચકદાર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. તે સ્નાયુઓને ઢીલા કરે છે અને ગરદનની નસ ચડી ગઇ હોય, Cervical nerve stretch syndrome ને દૂર રાકે છે.
સામેની તરફ જુઓ. હવે ગરદનને જમણી બાજુ અને પછી ડાબી બાજુ નમાવો. આ દરમિયાન ખભા સ્થિર રહેવા જોઇએ. તે ઊંચા ન થવા દો.
કરોડરજ્જુને સીધી રાખો. ખભા સીધા અને ચહેરો સામે હોવો જોઇએ. હવે ચહેરાને ફેરવીને જમણી તરફ જુઓ. પછી ડાબી તરફ ફેરવીને જુઓ. ચહેરો નીચો નમાવવાનો નથી.
ચહેરો સીધો રાખો. પછી ચહેરાને આગળ નમાવી હડપચીથી છાતીને સ્પર્શવાનો પ્રયત્ન કરો. પહેલી વાર વધારે નમાવવો નહીં. તે પછી ઉપર જોતાં હો એ રીતે ચહેરાને પાછળ નમાવો.
ચહેરાને આગળની તરફ નમાવી ગરદનને પહેલાં ઘડિયાળની દિશામાં (Clock Wise) અને પછી વિપરીત દિશામાં (Anti Clock wise) ફેરવો.
આ વિડિઓમાં, અમે તમારી સાથે કેટલીક સરળ કસરતો શેર કરીએ છીએ ,પીડા ઘટાડવા માટે તમે આ કસરત કરી શકો છો.
0 Comments
Hi Sisters, Please do not enter any spam link in the comment box.
And yes, write a little about how you felt about this article and share it with creative brothers and sisters.