જળ નેતિ | Jal Neti | જલ નેતી ક્રિયા કેવી રીતે કરવી? | Swasth Raho Mast Raho(#jalneti )

જળ નેતિ-Jal Neti | Yoga for women & by a woman.યોગમાર્ગમાં શરીરશુદ્ધિ માટે વર્ણવાયેલી છ ક્રિયાઓમાં નેતિનો સમાવેશ થાય છે .તેમાંની એક નેતિ એટલે જળ નેતિ. નાસિકાથી શરૂ કરીને જીભના મૂળ સુધીના શ્વસનમાર્ગને સાફ કરવા માટે નેતિ કરવામાં આવે છે, આ ક્રિયા ને "Nasal Cleansing Yoga" તરીકે પણ ઓળખવામાં આવે છે 

જળ નેતિમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા શરીરની આંતરિક રચના વિશે વિશેષ માહિતી ન હોય તેવા વ્યક્તિઓને નેતિની ક્રિયા વિચિત્ર લાગવાનો સંભવ છે . તેમને થશે કે મીઠું નાખેલું પાણી નાક વાટે પીવામાં શું ફાયદો રહેલો હશે પરંતુ તે માટે આપણે નાસિકાની આંતરિક રચના પર નજર નાખવી પડશે નાસિકાના બંને છિદ્રોમાં બારિક વાળ રહેલા હોય છે જેનાથી શ્વાસ માટે અંદર લેવાતી હવામાંની અશુદ્ધિઓ રોકાઈ જાય છે . ઉચ્છવાસ દરમ્યાન અને નાક ખંખેરવાથી તેમાંની ઘણીખરી અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે . પરંતુ સમય જતાં નાસિકાના છિદ્રોમાં અતિસૂક્ષ્મ અશુદ્ધિઓનો થર જામવા માંડે છે . નાકના છિદ્રથી શરૂ કરીને ગળાની શરૂઆત સુધીના ભાગમાં આવી અશુદ્ધિઓનો સંગ્રહ થાય છે , જે ક્યારેક શરદી સાથે બહાર નીકળે છે અથવા શરીરની અંદર જાય છે . અશુદ્ધિઓને દુર કરવા શરીરમાં પાતળો પ્રવાહી પદાર્થ ઉત્પન્ન થાય છે . જો આવું લાંબા ગાળા માટે રહે તો તેને આપણે અનુનાસિક સાઇનસ બળતરા(#sinusitis) કહીએ છીએ હુંફાળા પાણી વડે નાસિકાની અશુદ્ધિઓ સહેલાઇથી બહાર આવી જાય છે . માટે જ નેતિ નાસિકા માર્ગની શુદ્ધિ માટે અત્યંત ઉપકારક છે.

જલ નેતી ક્રિયા કેવી રીતે કરવી?

આ યોગ તકનીકને શીખવા માટે પદ્ધતિસર નું માર્ગદર્શન,સારી અનુનાસિક સ્વચ્છતા જાળવવા માટે જલ નેતી એક સૌથી અસરકારક રીત છે,આપણી આસપાસના વિવિધ રોગોના વધતી જતી સંખ્યા સાથે, આપણે હંમેશાં પોતાને તેમનાથી દૂર રાખવા અને સલામત રહેવાના માર્ગો શોધીએ છીએ. આના અનુસંધાન માં અમે તમને જલ નેતી ક્રિયા શીખવામાં સહાયતા માટે એક પદ્ધતિસરની માર્ગદર્શિકા બનાવી છે, જેથી તમે તમારા ઘરમાં રહી ને ઘરની સુવિધામાં આ શક્તિશાળી યોગ તકનીકનો અભ્યાસ કરી શકો અને રોગ મુક્ત રહો!

આ ક્રિયા માટે તમને જરૂરી વસ્તુઓ:

➥ અડધા ચમચી મીઠું (પ્રાધાન્યમાં શુદ્ધ મીઠું),
➥ પાણી નો ગ્લાસ,
➥ જલ નેતી પાત્ર,
➥ રૂમાલ.


રીત:

અન્ય નેતિ કરતાં જળનેતિ કરવાનું પ્રમાણમાં સરળ લાગશે.

• નેતિમાં આપણે સાધારણ હુંફાળું કે નવશેકું ગરમ પાણી લઇશું તથા તેમાં સહેજ મીઠું નાખીશું સહેજ એટલે કે અડ્યો લીટર પાણીમાં એક ચમચી (tea spoon) . આ પ્રમાણે તૈયાર થયેલ દ્રાવણની સાંદ્રતા 0.9 ટકા થશે જે લગભગ માનવશરીરમાં ફરતા લોહી જેટલી છે . આને કારણે નેતિ કરતાં છીંક કે બળતરા થવાની શક્યતા ઓછી થઈ જશે 

• આજકાલ બજારમાં મીઠું પણ અલગ અલગ પ્રકારનું મળે છે . ખાવા માટે વપરાતું મીઠું કે જે દરિયાનું મીઠું ( sea salt ) કહેવાય છે તે જળનેતિ માટે યોગ્ય છે . વિવિષ પ્રકારના ખનીજ તત્વો ધરાવતું રોક સોલ્ટ(rock solt) કે મીનરલ સોલ્ટ(minral solt) નેતિ માટે યોગ્ય નથી મીઠું બારીક હોવું જોઇએ અને પાણીમાં પૂરેપૂરું ઓગળી જવું જોઇએ રોક સોલ્ટમાં મોટા ગાંગડા હોવાથી તેના નાના કણ - ક્રિસ્ટલ નાકમાં અટકવાનો સંભવ રહે છે . મીઠાને હુંફાળા પાણીમાં ઓગાળ્યા બાદ તેને ચાખી જુઓ એથી તેના પ્રમાણનો ખ્યાલ આવી જશે પછી તેને ઘૂંટી નાખો . થોડા અનુભવ બાદ તમે યોગ્ય પ્રમાણ સહેલાઇથી નક્કી કરી શકશો . 

• જળનેતિ કરવા માટે વિશેષ રીતે મળતું પાત્ર- નેતિપોટ , માટી કે ધાતુનું હોય છે તેના આકારને ચાની કીટલી સાથે સરખાવી શકાય ઉપર વર્ણવ્યા પ્રમાણે હુફાળા પાણીમાં મીઠું ઓગાળ્યા બાદ તૈયાર થયેલ દ્રાવણને નેતિપાત્રમાં ભરી નેતિ કરવા માટે રસોડાનું સીક , ટેબલ પર ગોઠવેલ મોટું પાત્ર બાથરૂમ કે ખુલ્લી જમીન અનુકૂળ થઈ પડશે.

• ઉભડક બેસી , મોં ઊંચુ રાખી , નેતિપાત્રને નાસિકાના જે છિદ્રથી શ્વાસ ચાલતો હોય તે છિદ્ર પર અડકાડો નેતિપોટની ચાંચ(મુખ)નો ભાગ નાસિકાના છિદ્રને એવી રીતે અડકાડો કે તે એક સીધી લઈને માં રહે, પાત્રને નાસિકાની અંદર સહેજ જવા દો જેથી પાણી બહાર ન આવે પરંતુ એટલું  અંદર પણ ન જવા દો જેથી પાણીનો માર્ગ નાસિકાથી રોકાઇ જાય ત્યારબાદ ધીમેથી પાણીને અંદર જવા દો પાણી નાસિકામાં થઈને મોંના અંદરના ભાગ પાસે આવે એટલે માથું એક તરફ નમાવો આમ કરતાં પાણીનો પ્રવાહ મોં વાટે ધીમેધીમે બહાર આવશે પાણી ગળી ન જવાય તેનું ધ્યાન રાખો નેતિ કર્યા પછી નાકને ખંખેરી નાખો જેથી કફ કે અન્ય અશુદ્ધિઓ બહાર નીકળી જાય. 

• એક નાસિકાના છિદ્રમાંથી આ રીતે પાણી લીધા બાદ બીજા નાસિકાના છિદ્રમાંથી પાણી અંદર લો વધુ ફાવટ આવ્યા બાદ પાણી નાસિકાના એક છિદ્રમાંથી અંદર લઇને મોં વાટે બહાર કાઢવાને બદલે બીજા છિદ્રમાંથી પણ કાઢી શકાશે 

• સમગ્ર ક્રિયા દરમ્યાન મોં ખુલ્લું રાખી શ્વાસ સહજ રીતે ચાલુ રાખો બળપૂર્વક શ્વાસ લેવાનો , છીંક ખાવાનો , બોલવાનો , હસવાનો કે શ્વાસમાર્ગમાં અવરોષ થાય તેવા કોઇ પ્રયાસો ન કરવા એમ કરવાથી પાણી ગમે ત્યાં ધકેલાઇ જવાનો , બળતરા કે બેચેની થવાનો અને અન્ય તફલીફ  થવાનો સંભવ રહે છે .


ફાયદા:

  • નેતિ કરવાથી મસ્તકના હાડકા શુદ્ધ થાય છે અખોને નવું તેજ મળે છે , દૃષ્ટિ ધુવંડ જેવી તીક્ષ્ણ બને છે , નાક અને ગળાના વ્યાયિઓ મટે છે તે અંયથી ઉપરના ભાગના તમામ રોગોને મટાડે છે 
  • શરદૌથી થતો માથાનો દુખાવો કાયમની શરદી ' કાનની બહેરાશ , નાકના મસા નાકના હાડકામાં વષારો , કાકડા વગેરે વ્યાધિઓ નેતિ કરવાથી દૂર થાય છે 


સાવધાની:

  • યોગની અન્ય ક્રિયાઓની માફક નેતિ ક્રિયા અનુભવી કે ગુરૂના માર્ગદર્શન હેઠળ કરવી, 
  • નેતિકિંયા સવારે ભોજન પૂર્વે કરવી હિતાવહ છે ભોજન પછી તરત નેતિ કરવાથી ઉલટી થવાનો સંભવ છે,
  • જળનેતિ કરતાં એક વખતે નેતિ ક્રિયાથી અડધો શેર(liter)થી વધુ પાણી પીવું નહિં, 
  • કફની વિશેષતાથી કે નેતિના ધર્ષણથી જો નાકમાં લોહી નીકળે કે બળતરા થાય તો ગાયનું ઘી ગરમ કરીને સૂંધવાથી રાહત લાગશે, 
  • પાંડુરોગ કમળો, પિત્તજવર , ખારૂ પિત આદિ પિત્તના પ્રકોપવાળા વ્યાધિથી પીડાતા વ્યક્તિઓએ જળનેતિ કરવી નહી,
  • જળનેતિ સફાઈ માટેની ક્રિયા છે તેથી તેને દરરોજ ન કરો તો પણ ચાલે અઠવાડિયે એક વાર અથવા તો ક્યારે નાસિકાની સફાઈ જરૂરી લાગે ત્યારે કરો.

#jalneti #સ્વસ્થરહોમસ્તરહો

Post a Comment

0 Comments