ફેશિયલ શું છે? ફેસિયલ કેવી રીતે કરશો? ફેશિયલ કરવાના ફાયદા.
ફેશિયલ શું છે.?
એક જમાનામાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે સુંદરતા સાથે જન્મેલી સ્ત્રી પણ સમય જતાં એટલી જ સુંદર રહેતી નથી. યુવાની અને સૌંદર્ય ચિરંજીવ નથી.પરંતુ વિજ્ઞાને માનવીને ચિરસુંદરતા આપી છે અને તેનેે જાળવવાની ગુરુ-ચાવી બ્યુટીશિયનો(Beauticians) પાસે છે.
અમુક ઉંમર પછી મહિલાઓ જો પોતાના સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહે તો વૃદ્ધત્વ આવે છે. ચામડી, કાળી, ઝાંખી, નિસ્તેજ બને છે અને કરચલીઓ પડી જાય છે. ચહેરાની માવજત ફેશિયલ(#facial) વડે કરી શકાય. ફેસિયલ એટલે ચહેરાનું માલિશ, તંદુરસ્તી અને સુંદરતા માટે મસાજ એ સૌથી ઉત્તમ પધ્ધતિ છે. જો તે વૈજ્ઞાાનિક પધ્ધતિથી યોગ્ય રીતે કરવામાં આવે તો ચહેરાની ચમક અને ક્રાંતિ વધે!
નિષ્ણાતો માને છે કે ૨૫ વર્ષની ઉંમર પછી અને વાર્ધક્ય પછી ૧૫ દિવસે અથવા મહિનામાં એકવાર ફેસિયલ કરવું જોઈએ. ફેસિયલથી ચામડીને પોષણ મળે છે. છિદ્રો ખૂલે છે ચામડી સુંવાળી બને છે. લોહીનું પરિભ્રમણ સુંદર રીતે થાય છે. ચામડીના સ્નાયુઓને પ્રવૃત્ત કરે છે, કરચલીઓ થતી અટકે છે, ચામડીને રિલેક્ષેશન(#Relaxation) મળે છે. ચહેરા પરથી ખીલના ડાઘ, લીટા, ડબલચીન વગેરે દૂર થાય છે, ચહેરાના અંગો સપ્રમાણ બને છે. આ બધું થતાં ચહેરા પર એક નવા પ્રકારની તાજગી આવે છે, કેમ કે ચામડીના નીચલા પડ સુધી ચામડી સ્વચ્છ બને છે.
ચામડીનો પ્રકાર અથવા સ્થિતિ એટલે કે ચામડી સામાન્ય તૈલી કે સૂકી તથા ઉંમરને અનુલક્ષીને ફેસિયલ કેટલા દિવસને અંતરે કરવું તે નક્કી થઈ શકે છે. ૩૦ વર્ષની ઉંમર હોય અને સામાન્ય પ્રકારની ત્વચા હોય તો પણ ૧૫ દિવસે એકવાર ફેસિયલ જાતે કરો અથવા બ્યુટી-પાર્લર(beauty parlour)માં કરાવો.
ફેસિયલ કેવી રીતે કરશો?
- સૌ પ્રથમ માથના વાળે દુપટ્ટો(Scarf) વડે બાંધ્યા પછી ક્લિનસીંગ ક્રીમ(#Cleaning cream)ચહેરા પર લગાવો. ખાસ કરીને ગાલ, દાઢી, કપાળ, નાક પર છૂટથી ક્રીમના ટપકાં કરો.
- આ બધા ક્રીમને આંગળીના ટેરવાની મદદથી ચહેરા પર ફેલાવી દો. ફેલાવતી વખતે ટેરવા ગોળ ગોળ ફરવા જોઈએ. તે પછી ધીમે-ધીમે ક્રીમને ગળા સુધી નીચેની તરફ ખેંચતા જાવ.
- હવે સક્શન કપ(Suction cup-કેમીસ્ટને ત્યાં મળશે) વડે ક્રીમને ખેંચી લો.(ક્રીમ છૂટથી લગાડયું હશે તો જ ખેંચાશે) ગાલથી શરૃ કરી ગળા સુધી ખેંચો. આમ કરવાની છિદ્રો ખુલશે અને લોહી ફરતું થશે.
- હવે ટીશ્યુ પેપર(Tissue paper)થી ક્રીમ લૂછી લો.
- ચહેરાને સ્ટીમબાથ(Steam bath) આપો. ગરમ ઉકળતા પાણીના તપેલા પર ચહરો ધરો. ઉપર ટુવાલ ઢાંકો. આમ કરવાથી છિદ્રો સંપૂર્ણ ખુલી જઈ, બ્લેક હેડ્સ(#Blackheads) દૂર કરવા માટે અનુકૂળતા થાય .
- હવે ગરમ વરાળવાળા ટુવાલથી ચહેરો ઢાંકો. હાથથી દબાવી પરસેવો લૂછી લો. અને બ્લેકહેડ્સ એકસ્ટ્રેક્ટર(Blackheads Extractor) વડે કાઢી લો. (એક્સ્ટ્રેટર-Extractor કેમિસ્ટને ત્યાંથી મળશે.)
- હવે નરીશીંગ ક્રીમ(Nourishing cream) અને વાઈટનીશ ક્રીંમ(whitening cream) બંને સરખા ભાગે લઈ ચહેરા પર લગાવી મસાજ કરો. ગોળ ગોળ રીતે આંગળીના ટેરવા ફરે તે રીતે, સાધારણ દબાણ લાવો. આંખ નીચે , ગાલ, ચિબુક, ગળુ બધી જગ્યાએ સરસ રીતે મસાજ કરો. આંચકા ન આવે તે રીતે એક સરખી ઝડફ જળવાય રહે તે જરૂરી છે.
- ત્યાર બાદ પાર્લરમાં અલ્ટ્રાવાયોલેટ હાય ફ્રિકવન્સી રેઝ(Ultraviolet High Frequency Res) અપાય છે પણ તે ખર્ચાળ લાગે તો બાકાત કરી શકાય. આ પછી આંખ પર રૂ ના પોતા મૂકી ફેઈલ માસ્ક-પેક(Fail Mask-pack) લગાવો. સુકી ત્વચા વાળા એ પેક સાથે મોઈશ્ચરાઈઝ્ડ ક્રીમં લેવું અને તેલવાળી ત્વચામાં સ્કીન ટોનિક(Skin tonic) ભેળવો તો પેક યોગ્ય બને છે. પેકને સુકાવા દો. પછી ટુવાલથી લૂછો. પછી ઠંડા બરફમાં બોળેલા ટુવાલને ઉપર રાખીને લૂછી લ્યો ને પછી ચહેરો સાફ કરી મેકઅપ કરો.
- આ તો થઈ આધુનિક શૈલીથી ફેશિયલ કરાવવાની વાત. ઘણી યુવતીઓ મોડર્ન કોસ્મેટિક્સ(Modern cosmetics)ના વધુ પસંદ કરે છે. આવો આપણે એક નજર હર્બલ ફેશિયલ(Herbal Facials) પર કરીએ.
ફેશિયલ કરવાના ફાયદા.
ફેસિયલ કરવાના સૌથી અગત્યના ફાયદા એ છે કે ઘણા સમય પહેલાથી ચહેરા પર જામી ગયેલી ડેડ સ્કીન(Dead skin) અને ધૂળ માટી દૂર થઈ જાય છે. તમારે ચહેરા ની સાથે સાથે ગરદનને પણ સાફ કરી લેવી જોઈએ. આનાથી પોર્સ ક્લીન(Pores clean) અને નાના થશે. બ્લડ સર્ક્યુલેશન(Blood circulation)માં સુધારો થાય છે. કરચલીઓ પડતી નથી. દાગ ધબ્બાઓ દૂર થાય છે. ચહેરા પરથી સ્ટ્રેસ(Stress) ઓછો થાય છે.
હર્બલ ફેશિયલ
૨૦ વર્ષની ઉંમર પછી હર્બલ ફેશિયલ(Herbal Facials) કરવું લાભદાયક છે.
રીત:-
સૌથી પહેલાં વાળ તથા કાનના ભાગને ફેસિયલ કેપ બાંધી દો. ત્વચા કેવી છે તે નક્કી કરો. ત્યારબાદ ચહેરા પર હર્બલ ક્લીન્સીંગ(herbal Cleansing) લગાવી દો. પાંચ મિનિટ રહેવા દો. જેનાથી ત્વચાના છિદ્રો ખૂલી જશે અને તમારી ત્વચા નરમ અને સુંવાળી થશે. એથી છિદ્રમાં રહેલો મેકઅપ અને કચરો સાફ થઈ જશે. ત્યાર પછી ભીના સ્પંજથી ક્લીન્સીંગ સાફઉ કરી નાખવું. જો ચહેરા પર ક્લીન્સીંગ રહી ગયું હોય તો ટીશ્યુ પેપરને રૃમાલ જેવું વાળી વચ્ચેથી કાપી નાખવું પછી મોઢા ઉપર દબાવી વધારાનું ક્લીન્સીંગ કાઢી નાખવું.
ક્લીન્સીંગથી નાક અને ચહેરા પર બ્લેકહેડ બહાર આવે છે. તેને બ્લેકહેડ રીમુવર સર્વિન વડે દબાવીને કાઢી નાખવા અને 'એન્ટી સેપ્ટીક' લોશન લગાડવું. જેનાથી ખુલી ગયેલા છિદ્રો પર બેક્ટેરીયાનો હુમલો ન થાય અને ત્વચાને કોઈપણ નુકસાન થતું રોકી શકાય. ત્યારબાદ આઈબ્રોને થ્રેડીંગ કરી 'શેપ' આપવો. આઈબ્રો કર્યા પછી ચહેરા ઉપરથી વાળ સાફ કરી ત્વચાને અનુરૃપ મસાજ ક્રીમ લગાડવું. અને ૧૦ થી ૧૫ મિનીટ મસાજ કરવું. મસાજ કરવાથી ત્વચાને કસરત મળે છે. અને મસલ્સ ટાઈટ થાય છે જેથી લોહીનું ભ્રમણ સારું થાય છે. ત્વચા સુંવાળી અને ચળકાટવાળી થાય છે. આમ કરવાથી કરચલીઓ(#Wrinkles) દૂર થાય છે.ફેસિયલ કરવાથી તૈલગ્રંથિ સક્રિય બને છે. અને તમારી ત્વચાને તંદુરસ્ત અને મુલાયમ બનાવે છે. વધારાની ચરબી દૂર થાય છે.
મસાજ પછી 'વાઈબ્રેટર'(#Vibrator) થી મસાજ આપવું ત્યારબાદ રૃના ભીના પેડ થી ક્રીમ ચહેરા પરથી લૂછી નાખવું. ક્રિમ સાફ કર્યા પછી રૃમાલ જેવા ગોઝને વચ્ચેથી થોડું કાપી, કોઈપણ 'સ્કીન ફેશનર' અથવા 'ગુલાબજળ' માં બોળી 'ફ્રીઝ' માં ઠંડુ કરવું. પછી ચહેરો પર ત્રણ મિનિટ મૂકી રાખવું. ત્યારબાદ ત્વચાને અનુરૃપ માસ્ક લગાડવો.
માસ્ક લગાડવાથી ત્વચાને પોષણ મળે છે અને ચહેરાની સુંદરતામાં વધારો થાય છે. માસ્કને ચહેરા પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દેવી જોઈએ. ત્યાર પછી ઠંડા પાણીથી કાઢી નાખવો. થર્મોહર્બ માસ્ક ત્વચાને પોષણ આપે છે. ત્વચાના નિષ્ક્રિય થયેલા કોષોને દૂર કરે છે. ત્વચા પર પડેલી કરચલીઓને દૂર કરે છે. અને ત્વચા ઉપરની રૂંવાટીને પણ દૂર કરે છે. ત્વચા ચોખ્ખી અને સ્વસ્થ બનાવે છે.
જ્યારે થર્મોહર્બ માસ્ક(Thermo herb mask) કરીએ ત્યારે હાથ અને પગ ઉપર પહેલા ક્રીમ લગાડવું જોઈએ. અને ત્યાર પછી જ થર્મોહર્બ માસ્ક લગાડવો જોઈએ. થર્મોહર્બ માસ્ક શરૃઆતમાં ગરમ હોય છે. જેથી ત્વચા ઉપર લગાવેલું ક્રીમ પીગળીને અંદર સુધી પહોંચે છે અને સ્કીનને મુલાયમ બનાવે છે.
ત્યાર પછી ૧૦ મિનિટ પછી થર્મોહર્બ માસ્ક ઠંડો પડી જાય છે અને ત્વચાને વધારે ખેંચાણ આપે છે. આથી ત્વચા વધારે 'ટાઈટ' થાય છે. આમ થયા પછી હળવેથી થર્મોમાસ્ક કાઢી(Remove) નાખો. 'રીમુવ' કર્યા પછી સ્કીનને અનુરૂપ મોઈશ્ચરાઈઝ ક્રીમ(Moisturizing cream) લગાડવું જોઈએ.
આમ તમારા હાથ અને પગને વધારે સુંદર દેખાડી શકાય છે. ત્યાર પછી હાથ અને પગ ઉપરથી વધારાનું મોઈશ્ચરાઈઝર ક્રીમ સાફ કરીને તમારા મનપસંદ કલરની નેઈલ પોલિશ(Nail polish) લગાડવી.

0 Comments
Hi Sisters, Please do not enter any spam link in the comment box.
And yes, write a little about how you felt about this article and share it with creative brothers and sisters.