ઊંઘ સાથે ઓળખાણ:ઊંઘ કેટલી , ક્યારે , કેવી રીતે લેવી ?

ઊંઘ સાથે ઓળખાણ.


sleep better sleep benefits sleep position sleep definition sleepytime How much sleep, when, how to get

ઊંઘ સાથે ઓળખાણ 

ઊંઘ કેટલી , ક્યારે , કેવી રીતે લેવી અને તેનાથી શારીરિક બળ , માનસિક ચેતના અને સ્વાથ્ય પર શી અસરો થાય છે તે વાતને અહીં આપણા વડવાઓએ સુપેરે સમજાવી છે . ઉત્તમ ઊંઘના પરિણામે વ્યક્તિ ભૌતિક - વ્યાવસાયિક જીવનમાં સફળ બની ધનલાભ પ્રાપ્ત કરી શકે છે એ તથ્ય પણ અહીં કહેવાયું છે . 

ઊંઘ એ આપણા દ્વારા રોજેરોજ અને લાંબો સમય સુધી કરાતી એક વિશિષ્ટ ક્રિયા છે . આ વિશિષ્ટ ક્રિયાના અનેક ફાયદા પણ આપણે દરરોજ ભોગવીએ છીએ . જીવન ટકાવી રાખવા જરૂરી પરિબળોમાં આપણે ભોજન , પાણી અને પ્રાણવાયુની ગણના કરીએ છીએ , પણ ઊંઘને ભૂલી જઈએ છીએ . હકીકતમાં ઊંઘ આપણા જીવન અને અસ્તિત્ત્વ માટે અનિવાર્ય છે . આમ છતાં , ઊંઘ શું છે ! તે કેવી રીતે લેવી જોઈએ ? તેના ફાયદા શા છે ? ઊંઘમાં શારીરિક - માનસિક રીતે આપણે શું શું કરતાં હોઈએ છીએ ! જાગ્યા બાદ ઊંઘનો આપણા પર કેવો પ્રભાવ પડતો હોય છે ! આવી અનેક અગત્યની બાબતોથી આપણે લગભગ અજાણ હોઈએ છીએ . વાસ્તવમાં ઊંઘ એ કુદરતે આપણને આપેલો એક અદ્ભુત આશીર્વાદ છે . આ આશીર્વાદને આપણે સારી રીતે ઓળખીએ તો તેનો મહત્તમ લાભ મેળવી શકીએ છીએ . 

પરંતુ , આજે બદલાયેલી જીવનશૈલી , આહારશૈલી અને માનસિક તણાવમાં થયેલા વધારાનો સીધો પ્રભાવ આપણી ઊંઘ પર પડે છે . આના લીધે દુનિયાભરમાં લાખો લોકો આ અપૂરતી ઊંઘ , ખલેલયુક્ત ઊંઘ અને ઊંઘને લગતા અનેકવિધ રોગોથી પીડાઈ રહ્યાં છે . ઊંઘ કે નીંદરમાં સર્જાતી સમસ્યા તેમની તંદુરસ્તી કથળાવી રહી છે . પશ્ચિમી દેશોની દેખાદેખીએ અપનાવેલી પાશ્ચાત્ય જીવનશૈલીના લીધે ભારતમાં પણ લાખો લોકો આજે નિદ્રા સંબંધી સમસ્યાઓનો ભોગ બની રહ્યાં છે . યોગ્ય અને પૂરતી ઊંઘ લેવાથી આવી ઘણી સમસ્યાઓનું સુખરૂપ સમાધાન થઇ શકે છે . પૂરતી - પ્રગાઢ ઊંઘ માણવી એ પણ એક કળા છે . આપણે લોકસાહિત્યમાં ‘ છત્રીસ કળાઓ'નો ઉલ્લેખ કરાયો છે . જો આપણે સ્વસ્થ - શતાયુ જીવન જીવવું હોય તો એક નવી જ કળા -  'ઊંઘવાની કળા' માં પણ પારંગત થવું પડશે . 

ઊંઘ શું છે ! :- 

ઊંઘ કે નિદ્રા એ આપણા શરીર અને મનની ચેતન અવસ્થાને રૂક જાઓ ” કહેતો એક કુદરતી આદેશ છે . આ આદેશનું પાલન મનુષ્ય સહિત પ્રાણીસૃષ્ટિના અન્ય સજીવોને પણ ફરજિયાતપણે કરવાનું રહે છે . વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઊંઘ એ કુદરતી રીતે અને નિયમિતપણે આવતી શરીરની શાંતિમય અવસ્થા છે . ઊંઘની અવસ્થામાં જાગ્રતાવસ્થા ઘટે કે તેનો સંપૂર્ણ લોપ થાય છે . ઈન્દ્રિયોની ક્રિયાવિધિ શાંત પડે છે . આપણા લગભગ બધા જ ઇચ્છાવર્તી સ્નાયુઓ શિથિલ થઇ જાય છે અને આપણે આપણા ઈચ્છાવ અંગો પરનો કાબૂ ક્રમશઃ ખોઈ બેસીએ છીએ . ઊંઘની અવસ્થામાં શરીર તેને થતા અનુભવો સામે જાગ્રતાવસ્થાની જેમ તુરંત પ્રતિભાવ દાખવી શકતું નથી . ઘણી વખત તો જાગ્રત અવસ્થા દરમિયાન ઇન્દ્રિયો દ્વારા તુરંત અનુભવાતા અનુભવો ઊંઘ દરમિયાન મગજ ધ્યાને લેતું નથી . 
જેમકેઆપણે જાગતા હોઈએ ત્યારે થતા સ્પર્શ , પ્રકાશકીય ફેરફાર , વાતાવરણમાં તાપમાનની વધઘટ , અવાજો , ક્ષુલ્લક પીડા ( જેમ કે મચ્છરનું કરડવું ) વગેરે પ્રત્યે આપણે ખૂબ સંવેદનશીલ હોઈએ છીએ . શરીર અને મગજ તરત તેના પ્રત્યે પ્રતિભાવો દાખવે છે , પરંતુ ઊંઘ દરમિયાન સભાનાવસ્થા સ્થગિત થઈ જાય છે . શરીર અને મન આરામની પરિસ્થિતિમાં ગોઠવાય છે અને બાહ્ય અનુભવોથી પર થઈને આપણે નીંદરના ખોળે ઝૂલવા લાગીએ છીએ . ઊંઘની દુનિયામાં આપણે સભાનાવસ્થામાં ન જોયેલા કેનજાણેલા એવા અનેક નવીન મનોભાવો અને અનુભવોમાંથી પસાર થઈએ છીએ .

Post a Comment

0 Comments