ઊંઘનું વિજ્ઞાન | The science of sleep

ઊંઘનું વિજ્ઞાન | The science of sleep.

the science of sleep What is the science of sleeping? How Sleep Works: Understanding the Science of Sleep The Science of Sleep: A Brief Guide on How to Sleep Better the science of sleep book - watch online netflix streaming movie online free pdf answer key book full movie


ઊંઘ શરીર અને મનોમસ્તિષ્ક માટે ‘રિલેક્સ’ થવાની પ્રક્રિયા છે. ઊંઘની શરૂઆત થતાં જ મગજ વિવિધ ઇચ્છાવર્તી સ્નાયુઓ પરથી પોતાનું નિયંત્રણ હળવું કરવા માંડે છે અને સ્નાયુઓ તનાણરહિત બને છે. હૃદય , મગજ , ફેફસાં , આંતરડાં જેવા સ્વયં સંચાલિત અંગોના કાર્યો ઊંઘ દરમિયાન ધીમા પડે છે. શ્વાસોચ્છ્વાસ અને રક્તની હેરફેર ધીમી થાય છે. મગજ ધીમે ધીમે જાગ્રત અવસ્થામાંથી અર્ધજાગ્રત અને અંતે અજાગ્રત અવસ્થામાં પહોંચે છે. ઊંઘ આવવાનો આ શરૂઆતનો તબક્કો ‘તંદ્રા’ તરીકે પણ ઓળખાય છે. તંદ્રાની સ્થિતિમાં આપણે અડધા જાગેલા - અડધા ઊંઘેલા હોઈએ છીએ. મોટો અવાજ કે અન્ય વિક્ષેપ થાય તો આ અવસ્થામાં ઊંઘ સહેલાઈથી ઊડી જાય છે અને આપણે ફરીથી જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ,પરંતુ તંદ્રાવસ્થા જો કોઈ પણ ખલેલ વગર ચાલુ રહે તો ધીમે ધીમે આપણે અજાગ્રત અવસ્થા એટલે કે પ્રગાઢ ઊંઘમાં સરકી જઈએ છીએ. હવે અર્ધજાગ્રત અને અજાગ્રત મન આપણા શરીર અને મગજનો કબજો સંભાળી લે છે. આપણો ખુદ પર જાતે કોઈ કાબૂ રહેતો નથી. આપણને સહેજેય પ્રશ્ન થાય કે સૂતાં પછી આપણે શું વિચારીએ છીએ , કેવાં સપનાં જોઈએ છીએ કે શી ગતિવિધિ કરીએ છીએ તેની ખુદ આપણને ખબર હોતી નથી , તો પછી વિજ્ઞાનીઓ આ તથ્યોનો પત્તો કેવી રીતે લગાડતા હશે ! ઊંઘને લગતાં તથ્યોનું પૃથ્થકરણ કરવા માટે વિજ્ઞાનીઓ ખાસ પ્રકારે તૈયાર કરેલ સંશોધનશાળા અને અમુક વિશિષ્ટ યંત્રોનો ઉપયોગ કરે છે. ઊંઘ દરમિયાન માનવમગજમાં ઉત્પન્ન થતાં ‘ વિદ્યુતચુંબકીય ધબકારાઓ ' (electrical Impulses) ને માપે છે. જે મગજની ગતિવિધિનો ચિતાર આપે છે. આ માટે ‘લેકટ્રોસિફેલોગ્રામ' નામના સાધનમાં નોંધે છે. ઊંઘ વિશેની અજાણી વાતોની ભાળ મેળવવા વિજ્ઞાનીઓ પોલિસોનોગ્રાફીનો સહારો લે છે , ખાસ પ્રકારે તૈયાર કરેલ સંશોધનશાળા / પ્રયોગશાળામાં વ્યક્તિને સુવડાવવામાં આવે છે અને અત્યાધુનિક મશીનો દ્વારા શરીર તથા મગજની દરેક ગતિવિધિ પર સૂક્ષ્મ નજર રાખવામાં આવે છે. મગજના તરંગોને RSS દ્વારા , આંખના ડોળાના હલનચલનને ઇલેકટ્રોઓક્યુલોગ્રાફી ( EOG ) અને સ્નાયુઓનાં સંવેદનોને ઇલેકટ્રોમાયોગ્રાફી ( EG ) દ્વારા અભ્યાસ કરવામાં આવે છે. ઊંઘના વિવિધ તબક્કા : વિજ્ઞાનીઓએ ઊંઘને બે મુખ્ય તબક્કામાં વિભાજીત કરી છે. ‘ રેપિડ આઈ મુવમૅન્ટ ’ અને ‘ નોન રેપિડ આઈ મુવમૅન્ટ ' , રેપિડ આઈ મુવમેન્ટ નિદ્રા : આ પ્રકારની ઊંઘમાં સૂતેલી વ્યક્તિની આંખનાં બંધ પોપચાંની નીચે કીકીનું હલનચલન સ્પષ્ટ જોઈ શકાય છે. જાણે વ્યક્તિ બંધ આંખે કોઈક દ્રશ્ય નિહાળતી હોય તેવી રીતે તેની આંખા ડોળા હલતા દેખાય છે. એક પુન્ન વ્યક્તિની કુલ ઊંઘમાંથી ૨૦-૨૫ ટકા જેટલી ઊંઘ આ પ્રકારે લેવાતી હોય છે. આવા સમયે સૂતેલી વ્યક્તિ સપનાં જોતી હોય છે. ઊંઘના આ તબક્કે જોવાયેલા મોટાભાગના સપના ઊઠ્યા પછી યાદ રહી જાય છે. આ તબક્કે હાથ - પગ અને શરીરના અન્ય અવયવોના સ્નાયુઓ અન્ને પક્ષાઘાત થયો હોય એમ શિથિલ થઈ જાય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે ઊંઘમાં જોવાતા સપનાઓની અસર હેઠળ ઘણી વખત વ્યક્તિ અત્યંત આનંદ , ઉશ્કેરાટ , ભય કે આઘાતની લાગણી અનુભવે છે. આવા સમયે સૂતેલી વ્યક્તિ કોઈ અણધારી અને નુકશાનકારક શારીરિક ક્રિયા ન કરી બેસે અને તેના નાજૂક અંગોને નુકસાન ન પહોંચે એ માટે હાથ - પગ જેવા ઇચ્છાવતી અંગોનું શિથિલ થઈ જવું જરૂરી હોય છે. રેપિડ આઈ મુવમેન્ટ નિદ્રા દરમિયાન ઇલેકટ્રોનસિફેલોગ્રામમાં ઝીલાતા માનવમસ્તિષ્કના વિદ્યુતકીય તરંગોની તરંગ સંખ્યા વધુ હોય છે અને તીવ્રતા મંદ હોય છે. આરઈએમ એ ઊંઘનો પહેલો તબક્કો છે અને આરઈએમ દરમિયાન ઉદ્દભવતાં મગજના તરંગો આપણે જાગતા હોઈએ ત્યારે મગજમાં ઉદ્ભવતા તરંગોને ઘણે અંશે મળતા હોય છે. તોન રેપિડ આઈ મુવમેન્ટ - ઊધના આ તબક્કે સપનાં દેખાવાં ઓછા થઇ જાય છે. આંખના બંધ પોપચાં હેઠળ ડોળાની હલનચલન શમી જાય છે. અમેરિકાની ‘અમેરિકન એકેડમી ઓફ સ્લીપ મેડિસિન’ (American Academy of Sleep Medicine)નામની સંસ્થાએ આ પ્રકારની ઊંઘને વધુ ત્રણ તબક્કામાં વહેંચી છે.

(એ) N1 તબક્કો:

(બી) N2 તબક્કો:

(સી) N3 તબક્કો:


(એ) N1 તબક્કો:

(એ) N1 તબક્કો જાગ્રત અવસ્થામાં મગજ 8-13 Hz ( હટૂઝ ) તરંગ સંખ્યાના ‘આલ્ફા તરંગો’ છોડતું હોય છે. 1 તબક્કો શરૂ થતાં જ તરંગ - સંખ્યા ઘટીને 4-7Hz જેટલી થઇ જાય છે , જે ‘થીટા તરંગો’ તરીકે ઓળખાય છે. આ અવસ્થાને આપણે શરૂઆતની ઊંઘરેટી અવસ્થા કે તંદ્રા તરીકે ઓળખી શકીએ. N1 તબક્કા દરમિયાન વ્યક્તિ બાહ્ય વાતાવરણ સાથેની સભાનતાનો છેડો ફાડી ઊંઘમાં સરકતી જાય છે. એનાં અંગો તથા સ્નાયુઓ શિથિલ બનવા લાગે છે. 

(બી) N2 તબક્કો:

(બી) N2 તબક્કો આ તબક્કામાં મગજ 11 – 16 Hz ના તરંગો છોડે છે. સ્નાયુઓ નિયંત્રણ વિહિન બને છે. વ્યક્તિનો બાહ્ય વાતાવરણ સાથેનો સમાનતાનો તંતુ બિલકુલ તૂટી જાય છે . આ તબક્કે વ્યક્તિ સંપૂર્ણ ઊંઘમાં હોય છે. આપણી કુલ ઊંઘનો ૪૫-૫૫ ટકા હિસ્સો આ તબક્કામાં પૂર્ણ થાય છે . આ તબક્કો ઊંઘનો ખરો તબક્કો ગણાય છે. 

(સી) N3 તબક્કો:

(સી) N3 તબક્કો આ તબક્કે મગજ 0.5 - 2 Hz ના ‘ ડેલ્ટા ’ તરંગો છોડવા લાગે છે . આ N3 તબક્કો ડેલ્ટા નિદ્રા ’ કે ‘ મંદ તરંગીય નિંદ્રા ’ તરીકે પણ ઓળખાય છે. N૩ તબક્કામાં વ્યક્તિ અતિશય ગાઢ નિદ્રા માણે છે. તે જાગ્રત અવસ્થાના પોતાના અસ્તિત્ત્વને તદ્દન વિસરી ચૂક્યો હોય છે. ઊંઘમાં બોલવા કે ચાલવાની ક્રિયાઓ , પથારીમાં પેશાબ થવાની અને દુઃસ્વપ્નાં આવવાની ક્રિયાઓ પણ મોટા ભાગે આ તબક્કે થતી હોય છે. 

મનુષ્યોમાં ઊંઘનો એક તબક્કો સરેરાશ ૯૦ થી ૧૧૦ મિનિટ જેટલો લાંબો ચાલે છે. આ દરેક તબક્કામાં શરીર અને મગજ અલગ અલગ અવસ્થાઓમાં મુકાય છે. દરેક રાત્રિ દરમિયાન આપણે ઊંઘના આવા ૪૫ તબક્કામાંથી ક્રમશઃ પસાર થતાં હોઈએ છીએ. રાત્રે નિદ્રાધીન થતી વખતે સહુ પ્રથમ આપણે N1 તબક્કામાં જઇએ છીએ. ત્યાર બાદ N2 અને N3 તબક્કામાંથી પસાર થઇએ છીએ. ફરીથી N2 અને N3 તબક્કાનું પુનરાવર્તન થાય છે. ત્યાર બાદ રેપિડ આઈ મુવમેન્ટ તબક્કો શરૂ થાય છે. આ નિદ્રાચક્રો પૂર્ણ થયા બાદ રાત્રિના બીજા ભાગમાં N2 અને રેપિડ આઈ મુવમેન્ટ નિદ્રાના તબક્કાઓનું પુનરાવર્તન ચાલ્યા કરે છે. પૂરી ઊંઘ માણી લીધા બાદ પરોઢિયે આપણી આંખ ખૂલે છે અને આપણે જાગ્રત અવસ્થામાં પાછા ફરીએ છીએ.

Post a Comment

0 Comments