ઉત્તમ ઊંઘ શા માટે ? | Why excellent sleep?

ઉત્તમ ઊંઘ શા માટે !.


ઉત્તમ ઊંઘ શા માટે ? | Why excellent sleep? Good Sleep for Good Health 10 Top Benefits of Getting More Sleep Why is sleep important? 9 reasons for getting a good night's rest 7 Surprising Health Benefits to Getting More Sleep  Sleep tips: 6 steps to better sleep The Benefits of Getting a Full Night's Sleep  15 benefits of a good night sleep benefits of good sleep 10 health benefits of sleep is sleep good for you disadvantages of sleep why sleep is important for students enough rest and sleep examples importance of sleep essay

આજે લોકો પૈસા કમાવા પોતાની કિંમતી ઊંઘને વેડફે છે. પછી ઊંઘ પાછી મેળવવા પોતાના કિંમતી પૈસા વેડફે છે. ઊંઘવાની ક્રિયા અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે આવશ્યક છે. આથી કુદરતે સજીવ શરીરમાં વૈજ્ઞાનિક ઢબે અને સુનિયોજિત રીતે ઊંઘનું આયોજન કરેલું છે. આપણે દીવાલ પર ટાંગેલી કે કાંડે બાંધેલી ઘડિયાળના કાંટાને અનુસરીને દિવસભરની ક્રિયાઓનું આયોજન કરીએ છીએ . આપણા શરીર પાસે તેની પોતાની, આગવી એવી એક અદ્રશ્ય ઘડિયાળ હોય છે. વિજ્ઞાનીઓ તેને જૈવિક ઘડિયાળ એટલે કે બાયોલૉજિકલ ક્લૉક તરીકે ઓળખે છે. સૂર્યાસ્ત થતાં જ જૈવિક ઘડિયાળ શરીરમાં ધમધમતી દેહધાર્મિક પ્રક્રિયાઓને ધીમી પાડવાનો અને શાંત કરવાનો સમય થયો છે. તેવું બતાવે છે. શરીરમાં ચાલતી ચયાપચય ( ચય – નિર્માષ્ઠ, અપચય વિખંડન ) ની પ્રક્રિયાનો દર ૫-૧૦ ટકા જેટલો ધીમો થઈ જાય છે. મજાની વાત તો એ છે કે જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે શરીરની અંદર નવનિર્માણની પ્રક્રિયાઓ વેગવંતી બને છે. દિવસ દરમિયાન આપણે કરેલી અનેકવિધ ક્રિયાઓથી શરીર અને મન બંનેને થાક અને ઘસારો પહોંચ્યો હોય છે. ઊંઘ દરમિયાન કોષોને લાગેલા ઘસારાનું સમારકામ ચાલુ થાય છે. વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી બને છે. હાડકાં અને સ્નાયુઓ આરામ મેળવી નવા કોષોનું સર્જન કરી ફરી કાર્યક્ષમ બને છે. ચેતાતંત્રના આવેગો શમી જાય છે અને શાતા અનુભવે છે. જેથી ચેતાકોષો બીજા દિવસે ફરી ચપળતાપૂર્વક પોતાનું કાર્ય કરી શકે છે. એ રીતે જોઈએ તો ઊંઘનો સમયગાળો શરીર માટે આરામ, નવનિર્માણ, વૃદ્ધિ અને ચુસ્તી - સ્ફૂર્તિ હાંસલ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જે બીજા દિવસની દોડધામને પહોંચી વળવા આપણને સંપૂર્ણ રીતે સજ્જ બનાવે છે. 

જે રીતે સેંકડો કિલોમીટર દોડેલા મોટરબાઈક કે મોટરકારના એન્જિનને થોડીવાર માટે બંધ કરી તેના પૂર્છાઓને ઠંડા પાડી, નવી ખેપ માટે તૈયાર કરાય છે, તે જ રીતે ઊંઘ શરીર અને મનને બીજા દિવસની સફર માટે તૈયાર કરે છે. જો પૂરતી શાંત, સતત અને ઉત્તમ ઊંઘ ન લેવાય તો શરીર અને મગજની કુદરતી ક્રિયાવિધિમાં ગરબડ થવા લાગે છે. અંતઃસ્રાવનો સ્રાવ અનિયમિત બની જાય છે. ઉત્સેચકો યોગ્ય રીતે કાર્ય કરી શકતાં નથી. હૃદય, ફેફસાં, કિડની, પાચનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને ચેતાતંત્રને આરામ મળી શકતો નથી અને એ અંગોની કાર્યક્ષમતા ઘટે છે. ઓછી ઊંઘ અને ઉજાગરાના લીધે જ્ઞાનતંતુઓ સતત ઉત્તેજિત રહેવા લાગે છે. આના લીધે વ્યક્તિ નકારાત્મક લાગણીઓ અનુભવે છે. શરીરનો વૃદ્ધિવિકાસ ખોરંભે પડે છે અને અંતે વ્યક્તિ શારીરિક, માનસિક અને સર્વેદિક અસમતુલાથી થતા રોગોનો ભોગ બને છે. ઊંઘના અભાવે કાર્યશક્તિ ઘટી જાય છે. આ બધી બાબતોને ધ્યાને લઇને કહી શકાય કે એક ગૃહિણીને પોતાનું ઘર સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે, એક બાળકના સ્વસ્થ ઉછેર માટે, એક વેપારી પોતાના ધંધા - રોજગારમાં સફળ થવા માટે, એક નેતાને તેની વિચિક્તિ અને તેને સાબૂત રાખવા માટે, એક વિદ્યાર્થીને તેની તેજસ્વી કારકિર્દી ઘડવા માટે અને માનવીને માનવસહજ પ્રફુલ્લિત જિંદગી જીવવા માટે પુરતી અને થાળ ઊંધ લેવી એ પાયાની જરૂરિયાત છે. શાંત, સ્થિર, પ્રફુલ્લિત, આનંદ અને હકારાત્મક અભિગમથી ભરીભરી જિંદળી જીવવા માટે ઉત્તમ ઊંઘ ખૂબ જરૂરી છે.


Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments