કોકટેલ જ્વેલરી, કોકટેલ રિંગ-આકાર અને રંગ.
વાત જયારે શૃંગારની કરીએ ત્યારે કપડાં , મેકઅપ અને ત્યારબાદ જવેલરીનો નંબર આવે છે. જવેલરીમાં પણ નેકલેસ(Necklaces) અને ઇયરિંગ્સ(earrings) પર જ ફોકસ હોય છે. પરંતુ આજકાલ હેવી(heavy) જવેલરી પહેરવાની ફેશન ઓછી થઇ છે, કોઇ પણ એક જવેલરી પહેરી લુકના કૅમ્પલીટ કરી શકાય છે . સાડી પર નેકલેસ અને ઇયરિંગ્સ પહેરવા જ પૂરતા છે એ રીતે વેસ્ટર્ન આઉટફિટ્સ(western outfits) પર અલગ અલગ રિંગ કરી કરી તમે સ્ટાઇલિશ લુક(stylish look) મેળવી શકો છે.
કોકટેલ રિંગ
કોકટેલ રિંગ(Cocktail ring) આજકાલ ટ્રેન્ડમાં છે અને યુવતીઓ દરેક આઉટફિટ સાથે એ કરી કરે છે. પર્લ(#pearl)થી માંડી સ્ટોન(#stone) , સિલ્વર(#silver) અને ગોલ્ડ(#gold) જેવા ઘણાં મટીરિયલ્સમાં મળતી આ રિંગ તમે કોઈ પણ અવસરે પહેરી શકો છો . હવે તો કોકટેલ રિંગ કસ્ટમાઇઝ પણ કરાવવામાં આવે છે. એમાં એક સિંગલ રિંગ પહેરંવામાં આવે છે અને એની સાઇઝ જેટલી મોટી હોય એટલી એ ટ્રેન્ડી માનવામાં આવે છે . કોકટેલ રિંગ્સ કલરફુલ પણ આવે છે અને સિંગલ કલરમાં પણ એ બધી સાઇઝમાં મળે છે પરંતુ જો એ મોટી સાઇઝમાં હશે તો વધારે સ્ટાઇલિશ દેખાશે. કેઝયુઅલ પાર્ટીમાં જતાં હો તો પલને સ્ટોન્સ સાથે પેર કરો. રોયલ લુક માટે પર્લ બેસ્ટ છે અને જયારે એને સ્ટોન્સ સાથે પેર કરવામાં આવે છે ત્યારે વધારે ખૂબસૂરત લુક આપે છે. કોકટેલ રિંગ પહેર્યા બાદ હાથમાં બીજી કોઈ જવેલરી પહેરવાની જરૂર નથી . એ બહુ કલાસી લુક આપે છે. સિલ્વર અને સ્ટોન જડિત રિંગ ટ્રેડિશનલ ડ્રેસ સાથે શોભે છે. જેમ સ્ટોનવાળી કોકટેલ રિંગ્સ આજકાલ ટ્રેન્ડમાં છે.
કોકટેલ જ્વેલરીમાં ઇયર-રિંગ અને રિંગ સૌથી વધારે ડિમાન્ડમાં છે અને એને પહેર્યા પછી આખી પર્સનાલિટી જાજરમાન બની જાય છે.
સ્ટાઇલિશ રિંગ્સ
➥ મલ્ટીપલ રિંગ્સ: એક સાથે ઘણી આંગળીઓમાં રિંગ્સ પહેરવાની સ્ટાઈલ ફંકી લુક સાથે સારી લાગે છે.
➥ સ્પાઇરલ રિંગ્સ: આખી આંગળીને કવર કરતી આ રિંગ મીડલ અથવા રિંગ ફિંગરમાં પહેરવામાં આવે છે.
➥ થંબ રિંગ: અંગૂઠામાં પહેરાતી આ રિંગ ફેશન લવર્સમાં લોકપ્રિય છે.
➥ જયોમેટ્રિકલ રિંગ: અલગ અલગ જયોમેટ્રિકલ ડિઝાઈન્સવાળી મોટા શેપની આ રિંગ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે કેરી કરી શકાય છે.
➥ સ્પાઇક રિંગ: રફ એન્ડ ટફ લુક આપતી સ્માઈક રિંગનો ટ્રેન્ડ પણ વધ્યો છે.
આકાર અને રંગ
- જો તમારી હથેળી નાની અને લાઇટ હોય તો લાઇટવેટ રિંગ્સ પસંદ કરો.
- મોટી હથેળીવાળી યુવતીઓએ મોટા શેપની રિંગ પસંદ કરવી જોઈએ.
- આઉટફિસના કલરને ધ્યાનમાં રાખી રિંગનો કલર પસંદ કરો.
- જો તમારો ડ્રેસ હેવી એમ્બ્રોઇડરીવાળો હોય અને તમે નેકલેસ પણ પહેર્યો હોય તો રિંગ પહેરો નહીં.
- જો તમે એક હાથમાં ડાયમન્ડ રિંગ પહેરી હોય તો બીજા હાથમાં કુંદન રિંગ ન પહેરો.
- કલર્ડ સ્ટોન રિંગ પહેરશો તો સારી લાગશે.
- બ્રાઇડલ લુક સાથે બહુ બધી હેવી રિંગ્સ પહેરવી ન જોઈએ.
- તમારા લુકને કોમ્પલિમેન્ટ કરતી માત્ર એક કે બે રિંગ જ પહેરો .
- રેડ કાર્પેટ લુક અપનાવતાં હો અને સ્ટેટમેન્ટ જવેલરી પીસ તરીકે રિંગ પહેરવા ઇચ્છતા હો તો ડ્રેસને કોમ્પલિમેન્ટ કરતી મોટા શેપની રિંગ પસંદ કરો. દૂરથી જ નજરે પડતી આ રિંગ આજકાલ ટ્રેન્ડમાં છે.
1 Comments
1xbet korean ᐈ Review 2021 - legalbet.co.kr
ReplyDeleteBetway is an excellent option for bettors that wish to place their first ever bet. It has a great welcome bonus and a huge selection of different sports games. 1xbet мобильная версия
Hi Sisters, Please do not enter any spam link in the comment box.
And yes, write a little about how you felt about this article and share it with creative brothers and sisters.